મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસની આગેવાની માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ધરણાં યોજાયો


SHARE









મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસની આગેવાની માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ધરણાં યોજાયો

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને રાષ્ટ્રીય મજદૂર કિશાન મંચ  દ્વારા મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીની સ્થિતિ છે ત્યારે સરકાર માળીયા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ સાથે અને રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ નિર્ણય ન કરતા માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે ખેડૂતો દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં આગમી આઠ દિવસમાં નિર્ણય નહી કરવામાં આવે તો ઉગ્ર અંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ કાર્યકર્મનું કાંતિલાલ ડી. બાવરવા, ભાવેશ ભાઈ સાવરિયા તથા  કુલદીપસિંહ જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યકમમાં  કિશાન આગેવાન જે.કે પટેલ, ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ભરતભાઈ કરેણ, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જન્તીલાલ જે પટેલ, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડ્સુમ્બીયા, માળિયા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ ઝેડા, માળિયા પાલિકા પ્રમુખ હારુનભાઈ, રાણાભાઇ ડાંગર, ડો.લખમણભાઈ કંઝારીયા,  જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ પ્રમુખ અમુભાઈ હુંબલ, મોરબી જીલ્લા ઓબીસી કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ જારીયા,  કિશોરભાઈ બોપાલિયા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ પારજીયા, સતીશ મેરજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, સંદીપ કાલરીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જનરલ સેક્રેટરી મનોજ પનારા, ટંકારા વિધાન સભના પ્રભારી સ્નેહલતાબેન  દરેક ગામના સરપંચો, તેમજ અન્ય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. 




Latest News