મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે લેટોજા સીરામીકમાં આગ લગતા દાઝી ગયેલા ચાર પૈકીનાં એક શ્રમિકનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે લેટોજા સીરામીકમાં આગ લગતા દાઝી ગયેલા ચાર પૈકીનાં એક શ્રમિકનું મોત

વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક નામના કારખાનામાં થોડ્ડા દિવસો પહેલા ગેસ લીકેજ થવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં કામ કરતાં ચાર શ્રમિકો દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન એક શ્રમિકનું મોત નીપજયું  છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સીરામીક કારખાનામાં અવારનવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લા સમયગાળા દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ કે પછી વધુ ગેસ આવી જવાના લીધે અથવા તો રીપેરીંગ કામ દરમિયાન આગ લાગવાની ઘટના અનેક બનેલ છે તેવી જ રીતે ગત સપ્તાહમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રાત્રી દરમિયાન આગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સિરામિક કારખાનાની અંદર ગેસ લીકેજ થવાના કારણે ચાર શ્રમિકો દાઝી ગયા હતા અને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા અને જે ચાર વ્યક્તિ દાઝી ગયા હતા તેમાં આશિષ સિંધાભાઈ પાલ (૨૭), કમલેશ રામકરણ પાલ (૩૭), સચિન ચેમલાભાઈ પાલ (૧૯) અને પવન કલુભાઈ પાળ (૧૮) રહે હાલ બધા લેટોજા સીરામીક માટેલ રોડ મૂળ રહે મધ્યપ્રદેશ વાળાનો  સમાવેશ થતો હતો અને આ ચાર શ્રમિકમાંથી કમલેશ રામકરણ પાલ (૩૭) નું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે તેવું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળેલ છે






Latest News