મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડે કારખાનામાં વીજ શોક લાગતાં યુવાનનું મોત


SHARE









મોરબીના જુના ઘૂટું રોડે કારખાનામાં વીજ શોક લાગતાં યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને વીજ શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને કારખાનેદાર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જુના ઘૂટું રોડ ઉપર હનુમાન મંદિર પાસે આવેલ પુનમ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં અહીંયા રહેતા મહમદભાઈ અશરફભાઈ (૨૩) નામના યુવાનને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના શેઠ કિરણ ગઢવી તેને ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News