મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે હુન્ડાઈના શોરૂમમાં તસ્કરોના ધામા: રોકડા ૩.૫૫ લાખની ચોરી


SHARE







મોરબીના શનાળા પાસે હુન્ડાઈના શોરૂમમાં તસ્કરોના ધામા: રોકડા ૩.૫૫ લાખની ચોરી

મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ પાસે આવેલ હુન્ડાઈના શોરૂમમાં રાત્રી દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઓફિસમાં મુકેલ તિજોરીમાંથી રોકડા ૩.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં શોરૂમના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર ઈસમોની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે શોરૂમમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરની બાજુમાં રહેતા ધીરુભા અલુભા જાડેજા જાતે દરબાર (૭૦) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ પાસે આવેલ ઈક્વિટી હુંડાઈના શોરૂમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને તા.૨૦ ના રોજ રાત્રિના એક થી દોઢ વાગ્યા દરમ્યાન અજાણ્યા ચાર ઇસમો શોરૂમમાં આવ્યા હતા અને ત્યારે ઓફિસની તિજોરીમાં રાખેલા રોકડા ૩,૫૫,૨૦૯ ની ચોરી કરી ગયેલ છે જેથી હાલમાં શોરૂમના સિક્યુરિટી ગાર્ડ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે શો રૂમના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવ્યા છે અને ચોરી કરનારા આરોપીઑને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે






Latest News