મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે જનરલ સ્ટોરમાં LCB એ કરી જુગારની રેડ : ૮ જુગારીની ૪.૩૨ લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE















મોરબીના દલવાડી સર્કલ પાસે જનરલ સ્ટોરમાં LCB એ કરી જુગારની રેડ : ૮ જુગારીની ૪.૩૨ લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મોરબીના કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્કના જનરલ સ્ટોરમાં રેડ કરી હતી જ્યાં જનરલ સ્ટોરના રૂમમાં આઠ ઈસમો નોડી રાતના જુગાર રમી રહ્યા હોય આઠેયની રોકડા રૂપિયા ૪.૩૨ લાખ જેવી મતબર રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી એલસીબીના સ્ટાફ ચંદુભાઇ કલોત્રા, દશરથસિંહ પરમાર અને ભરતભાઇ જીલરીયાને મળેલ બાતમીના આધારે તેમના સહતના પોલીસ સ્ટાફે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્કમાં રેડ કરી હતી જયાં ગુરૂકૃપા જનરલ સ્ટોર નામે ઘરમાં જ દુકાન ચલાવતા અને મૂળ ખાખરાળા ગામના મનોજ રતિલાલ સદાતીયા જાતે પટેલ (૪૨) નામના ઈસમની ગુરુકૃપા જનરલ સ્ટોર નામની દુકાનના રૂમમાં જુગારધામ ચાલી રહ્યું હોય ત્યાંથી દુકાનદાર મનોજ રતિલાલ સદાતીયા તેમજ નયન વ્રજલાલ માકાસણા જાતે પટેલ (૩૪) રહે. હળવદ ઉમિયાનગર આઈ.ટી.આઈ સામે, ધવલ જયંતીભાઈ ઉર્ફે જયેશભાઈ પટેલ (૨૯) રહે.સરદાર એપાર્ટમેન્ટ દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબી મૂળ પીપળીયા તાલુકો મોરબી, હસમુખભાઈ વાલમજી રૈયાણી જાતે પટેલ (૪૪) રહે. હળવદ વસંતપાર્ક મૂળ રહે ઈશ્વરનગર, નિલેશ કાળુભાઈ સાવલિયા જાતે પટેલ (૫૫) રહે. ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ જીવરાજ પાર્ક સેટેલાઈટ વિસ્તાર અમદાવાદ, ચેતન મગનભાઈ લોરીયા જાતે પટેલ (૩૨) રહે. વૈભવનગર પાપાજી ફન વર્લ્ડ સામે મોરબી મૂળ વાઘપર પીલુડી તાલુકો મોરબી, અનિલ સવજીભાઈ ઠોરીયા જાતે પટેલ (૩૯) રહે સુકુન એપાર્ટમેન્ટ ચાંદલોડિયા અમદાવાદ અને ભાવેશ પ્રભુદાસભાઈ પટેલ (૩૭) રહે.સરદાર સોસાયટી દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબી મૂળ રહે જીકિયારી તાલુકો મોરબી વાળાઓની સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૪,૩૨,૫૦૦ સાથે ધરપકડ કરી તમામ સામે જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તમામની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા એશિયન પોલીપેક નામના યુનિટ નજીક રહીને કામકાજ કરતા મહેન્દ્રભાઈ છાદીલાલ પટેલ નામના ૫૦ વર્ષીય આધેડ પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા પ્રસાદ ચતુરભાઈ વિકાણી નામના ૩૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે આવેલ સત્યમ પાનવાળી શેરીમાં રહેતા લલિતભાઈ પ્રેમજીભાઈ પુજારા નામના ૫૬ વર્ષના આધેડ ઘરેથી કામ સબબ બાઈક લઈને બજારમાં બહાર નીકળ્યા હતા ત્યારે વાઘપરા મેઇન રોડ ઉપર અજાણ્યા બાઇક સાથે તેઓની અથડામણ થતા માથાના ભાગે ઇજાગ્રાસ્ત હાલતમાં લલિતભાઈ પુજારાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવા આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા આગળની તપાસ કરવામાં આવેલ છે.






Latest News