વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીમાં મકાનના પહેલા માળેથી નીચે પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા યુવાનને માથા અને કાનના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો જો કે સારવાર કારગર નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહીની કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉંમર ૪૫) પોતાના ઘરે હતા ત્યારે તા.૨૯-૮ ના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતા.જેથી કરીને તેમને માથામાં અને કાનના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન કરશનભાઇ ચાવડાનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં અશોકભાઇ સારદીયાએ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મજૂર યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ એફિલ વિટ્રીફાઈડના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો ગોવિંદસિંગ ખુશીલાલ આહિરવાલ નામનો ૪૫ વર્ષનો યુવાન લેબર કવાટરની છત ઉપરથી નીચે પડી જતા તેને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
 
બાળક સારવારમાં
 
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે બાઈક ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના આદિત હરેશભાઈ હડિયલ નામના બાળકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ તથા બાબુભાઈ ભવાનભાઈ સોલંકી નામના ૬૦ વર્ષના વૃદ્ધને પણ સિવિલે સારવારમાં ખસેડાયા હતા



Latest News