વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના જૂના ધનાળા ગામે વાડીએ જાટકા તારને અડી જતા યુવાનનું મોત


SHARE









હળવદના જૂના ધનાળા ગામે વાડીએ જાટકા તારને અડી જતા યુવાનનું મોત

હળવદ તાલુકાના જૂના ધનાળા ગામે વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો યુવાન વાડીએ આંટો મારવા ગયો હતો ત્યારે બાજુની વાડીના શેઢે મુકેલ જાટકા તારને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના જૂના ધનાળા ગામની સીમમાં જયેશભાઈ વાસુદેવભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ ઉર્ફે ઇકરીયા ભંગડાભાઈ ડાવર (ઉંમર ૩૩)  તા.૧૯-૯ ના ૧૦ વાગ્યા પહેલા વાડીએ આંટો મારવા માટે ગયો હતો ત્યારે અકસ્માતે બાજુની વાડીના શેઢે મૂકવામાં આવેલ ઝાટકા તારના વાયરને અડી જવાના કારણે તેને શોટ લાગ્યો હતો અને વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના થાનગઢના રહેવાસી લાખુભા મનુભા ઝાલા (૬૩) અને સરોજબા લાખુભા (૫૮) બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે એસઆર પંપ પાસેથી જતા હતા ત્યાં રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાથી અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં પ્રાથમિક સારવાર આપીને બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે રહેતા અશોક કેશુભાઈ સોમાણી (૨૪) અને પ્રભુ બાબુભાઇ સુરેલા (૪૪) નામના બે યુવાનો નવલખી રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે ત્રિમંદિર પાસે વાહન અકસ્માત સર્જાતા બંનેને ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

આધેડ સારવારમાં

ટંકારાના ઘુનડા (સજનપર) ગામના રહેવાસી ભવાનભાઈ બાબુભાઈ જાદવ નામના ૫૭ વર્ષના આધેડ બાઈક લઈને મોરબીના વીસીપરામાં ગર્લ્સ હાઇસ્કુલ નજીકથી જતા હતા ત્યાં તેઓનું બાઈક ખૂંટીયા સાથે અથડાતા ઇજાઓ થવાથી ભવાનભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સાયરાબેન હનીફભાઈ સંધિ નામના ૪૪ વર્ષીય મહિલાએ ફિનાઈલ પી લેતા તેમને પણ સિવિલે સારવાર માટે લવાયા હતા




Latest News