વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઇએ દરગાહને સરકારી ખરાબો આપવા માટે લખેલા પત્રને લઇને હિન્દુ સંગઠનો નારાજઃ સોશ્યલ મિડીયામાં ધમાસાણ


SHARE









મોરબીના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઇએ દરગાહને સરકારી ખરાબો આપવા માટે લખેલા પત્રને લઇને હિન્દુ સંગઠનો નારાજઃ સોશ્યલ મિડીયામાં ધમાસાણ

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી દ્વારા હાલમાં સરકારી જમીન દરગાહને આપવા માટે લખવામાં આવેલ એક પત્રને લઈને સોશિયલ મીડિયામાં ધમાસાણ શરૂ થઈ ગયું છે અને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ, જુદાજુદા હિન્દુ સંગઠનો અને કાજલ હિન્દુસ્તાની સહિતનાઓ દ્વારા મોરબીમાં મણીમંદિર પાસે થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા માટે રજુઆતો કરવામાં આવી હતી તેમા કેમ કોઇ પગલા મંત્રી દ્વારા લેવાયેલ નથી તેવો સવાલ ઉઠાવીને હાલમાં સોશ્યલ મિડીયામાં આખરી ટીકા ટીપણીઓ કરવામાં આવી રહી છે અને આ મુદ્દો મોરબીના રાજકારણમાં હાલમાં ચર્ચાનો વિષય બનેલ હોવાનું જાણવા મળી રહ્યું છે

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ દરગાહની બાજુમાં સરકારી ખરાબની જગ્યા દરગાહને મળે તેના માટે જરૂરી કાર્યવાહી વેહલી તકે થાય તે માટે થઈને હાલમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા જિલ્લા કલેકટરને એક મહિના પહેલા એક પત્ર લખવામાં આવ્યો છે અને તેના અનુસંધાને કલેક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવે તેનો રિપોર્ટ તેઓને તાત્કાલિક આપવામાં આવે તેવું પણ તે પત્રની અંદર લખવામાં આવ્યું છે જે પત્ર હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે 

ખાસ કરીને મોરબીમાં મણીમંદિર કે જે ઐતિહાસિક બિલ્ડીંગ છે તેની બાજુમાં દરગાહનો પ્રશ્ન છેલ્લા ઘણા દિવસથી ઉભો છ અને હિન્દુ સંગઠનો જેમા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને સાથે રાખીને મોરબી જિલ્લા કલેકટરને આ બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી તો પણ તે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવેલ નથી અને આ મુદ્દે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા કોઈ પત્ર પણ કલેકટરને લખવામાં આવ્યું હોય તેવું હિન્દુ સંગઠનોના ધ્યાનમાં આવેલ નથી જેથી કરીને હિન્દુ સંગઠનોમાં હાલમાં રોશની લાગણી જોવા મળી રહી છે

અત્રે ઉલ્લેખનીએ છે કે આગામી દિવસોમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાવા જઈ રહી છે જેમા હિન્દુત્વના નામે વોટ બેંકને અંકે કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યાર પહેલા વાયરલ થયેલા આ પત્રના કારણે મોરબીના રાજકારણમાં ગરમાવો આવે તો નવાઈ નથી અને હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ પત્રને મૂકીને રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુધી આ મુદ્દાને પહોંચાડવામાં આવ્યો છે તેવું વિહીપના હોદેદાર કમલભાઇ દવેએ જણાવ્યુ છે જોકે આગામી દિવસોમાં આના કેવા પડઘા પડશે. તે તો સમય જ બતાવશે




Latest News