વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીના મહેન્દ્રનગર યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગરમાં આવેલ ધર્મનગરમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજયું  છે જેથી કરીને આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 

બનાવવાની મોરબી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારના ધરમનગરમાં રહેતા પ્રવીણભાઈ સનુરા કે જેઓ વાહન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની ૧૭ વર્ષીય દીકરી પ્રિયાબેને ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં તેના ઘેર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રિયાબેન પ્રવીણભાઈ સનુરા નામની ૧૭ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે




Latest News