હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE













મોરબીના ગોરખીજડીયા ગામે વાડીએ રહેતા પરિવારની સગીર દીકરીએ કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવની દીકરીએ ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આપઘાતના પ્રયાસની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા પરબતભાઈ મેડાની ૧૬ વર્ષની દીકરી ઉષાબેનએ મોડી રાત્રિના સમયે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા છે અને સગીરા બેભાન અવસ્થામાં હોવાથી હાલમાં આપઘાતના પ્રયાસની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, સગીરાએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ તજવી શરૂ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મુમતાજબેન રમજાનભાઈ નોતીયાર (૩૨) રહે. કુલીનગર વીસીપરા વાળિને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસવામાં આવી હતી અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ચૂંણી ગામે રહેતા વિનુલાલ પ્રભુદાસ મારવાણીયા (૪૭) ને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાંથી હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવાની કવાયત કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વજેપર શેરી નં-૧૦ માં રહેતા રાજુભાઈ કમલેશભાઈ ખાણદર (૨૫) નો નખત્રાણા હાઇવે ઉપર પાંધી રોડ પાસે વાહન અકસ્માત થયો હતો જેથી તેને ઇજા થતાં ઇજાગ્રસ્ત રાજુભાઈને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મહાવીર સોસાયટી પાસે બાઈકમાંથી નીચે પડી જતા મૂળજીભાઈ કરસનભાઈ ચાવડા (૩૭) રહે. બજારની વાડી ગોકુલનગર પાસે વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા સવિતાબેન રાકેશભાઈ સદાસીયા (૨૫) વાડીએ હતા ત્યારે સાપ કરડી જતા તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News