વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ચોર સમજીને ઢોર માર મારીને યુવાનની હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના બંધુનગર પાસે ચોર સમજીને ઢોર માર મારીને યુવાનની હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના બંધુનગર ગામ પાસેથી ગત શનિવારે સાંજના સમયે ચોર સમજીને યુવાનને ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતક યુવાનના ભાઈએ કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિતના ચાર શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના બંધુનગર નજીક યુવાનને માર મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જે બનાવમા મૃતક યુવાનના ભાઈ નાથુ લક્ષમણ ભાભર જાતે આદિવાસી (૩૩) રહે. રૂણજી, ભુરીયા ફળીયા, ઘુઘરી, તાલુકો પેટલાવદ જીલ્લો જાંબુઆ (એમ.પી.) વાળાએ શૈલેષ પસવાભાઇ પરમાર જાતે આદિવાસી, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ સામે ફરિયાદી યુવાનના ભાઈ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભરની હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ફરિયાદમાં યુવાને જણાવ્યુ હતું કે મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભરને ચોર સમજીને તેને પકડીને ચારેય આરોપીઓએ તેને ઢીકાપાટુ, લાકડી કે ધોકા વડે માર માર્યો હતો જેથી મંગલસીંગનું મોત નીપજયું હતું આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે શૈલેષ પસવાભાઇ પરમાર જાતે આદિવાસી (૨૬) રહે. ખરેલી ગામ ઝરીબુરઝર ગરબાળા દાહોદ, વિક્રમ સીતારામ ખુવી જાતે જાટવ રહે. રજીપૂરા ગામ શશિપુરા હરાહલ શિવપુર એમપી હાલ બંને રહે. એપલ સીરામીક કારખાનામાં બંધુનગર અને રાજેશ મુળજીભાઇ જસાપરા જાતે પટેલ (૩૭) રહે. મૂળ જૂની પીપળી હાલ રહે. નીલકંઠ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ મોરબી-૨ તથા પ્રવિણ રણછોડભાઇ ચાંગેલા જાતે પટેલ (૪૬) રહે. મૂળ મોવિયા ગોવિંદનગર ગોંડલ હાલ રહે. હરિદ્વાર એપાર્ટ. ઉમા ટાઉનશિપ મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News