મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશનનું કામ બેથી ચાર દિવસમાં ચાલુ થઈ જશે: મગનભાઇ વડાવિયા


SHARE









મોરબી જીલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશનનું કામ બેથી ચાર દિવસમાં ચાલુ થઈ જશે: મગનભાઇ વડાવિયા

મોરબી જિલ્લાના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી કેમ કે, કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા રજીસ્ટ્રેશન બે થી ચાર દિવસમાં શરૂ થઈ જશે તેવું ગુજકોમાસોલના ડિરેક્ટરે જણાવ્યુ છે અને હાલમાં સોફ્ટવેરની ખમીના લીધે રજીસ્ટ્રેશનનું કામ શરૂ થયું નથી જો કે, કામ જેટલું મોડુ થશે તેટલા દિવસો પાછળથી ખેડૂતોને વધુ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે

ગુજરાતમાં ચોમાસામાં ખેડૂતોએ મગફળીનું વધુ વાવેતર કર્યું છે જેથી કરીને ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળીની આગામી દિવસોમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે તેના માટે માર્કેટ યાર્ડ સહિતના સ્થળ ઉપર ખરીદી કરવામાં આવશે જો કે, તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે હજુ સુધી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું નથી ત્યારે ખેડૂતો હેરાન થાય છે જેથી કરીને આ મુદે મોરબીમાં રહેતા ગુજકોમાસોલના ડિરેક્ટરે અને સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, નફેડ ઇ સમૃદ્ધિ પોર્ટલમાં ટેકનિકલ ખામી હોવાના લીધે હાલમાં કામ થતું નથી જો કે, મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે જે રજીસ્ટ્રેશન કરવાનું છે તે આગામી બે થી ચાર દિવસમાં ચાલુ થઈ જશે અને જેટલી મોડી કામગીરી શરૂ કરવામાં આવશે તેટલા વધુ દિવસો ખેડૂતોને આપવામાં આવશે તેવી તેઓએ વાત કરેલ છે




Latest News