મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં નંબર પ્લેટ વગરની કારમાંથી દારૂ-બિયરની ૧૦૮ બોટલ સાથે ત્રણ પકડાયા


SHARE







મોરબીમાં નંબર પ્લેટ વગરની કારમાંથી દારૂ-બિયરની ૧૦૮ બોટલ સાથે ત્રણ પકડાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે મોડી રાત્રિના મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસેથી નંબર પ્લેટ વગર પસાર થઈ રહેલી કારને અટકાવી હતી અને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલો અને બિયરના ૪૮ ટીન મળી આવ્યા હતા જેથી દારૂ-બિયર તેમજ કાર એમ કુલ મળીને ૫.૨૭ લાખના મુદ્દામાલ સાથે હાલમાં ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક ઓનેસ્ટ હોટલ નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની નંબર પ્લેટ વગરની કાર નીકળતા તેને અટકાવવામાં આવી હતી અને કારની તલાસી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિંમત રૂપિયા ૨૨,૫૦૦ તેમજ બિયરના ૪૮ ટીન કિંમત રૂપિયા ૪૮૦૦ મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ-બિયર તેમજ રૂપિયા પાંચ લાખની કાર એમ કુલ મળીને રૂા.૫,૨૭,૩૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી કિશન નરોત્તમ દુધરેજીયા જાતે બાવાજી (૨૬) રહે.ગારીયા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી, કિશન ઉર્ફે વિજય જીવરાજ મેર જાતે કોળી (૨૩) રહે.જોધપર તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી અને વિશાલ મંછારામ ગોંડલીયા જાતે બાવાજી (૨૨) રહે.ગારીયા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબીની સામે પ્રોહીબિશન એકટ હેઠળ ત્રણેયની સામે ગુનો નોંધીને ત્રણેયની દરૂના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

ઢોર સાથે બાઈક અથડાતા યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગે આવેલ અમૃતપાર્ક શેરી નંબર-૩ માં રહેતો રોહન અનિલભાઈ કીડીયા નામનો ૨૧ વર્ષીય યુવાન તા.૨૫-૯ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં મોરબીના માળિયા હાઇવે ઉપરથી બાઇક લઇને જતો હતો ત્યારે લક્ષ્મીનગર ગામ પાસે આવેલા બાલાજી પંપ નજીક તેનું બાઇક ઢોર સાથે અથડાતા સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રોહન કીડીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

રાજકોટના જામકંડોળા નજીક આવેલા ખજૂરડા ગામે રહેતા વલ્લભભાઈ ગોવિંદભાઈ હાંસલીયા નામના ૬૭ વર્ષીય વૃદ્ધ પોતાના ગામ નજીકથી બાઇકમાં જતા હતા તે સમયે બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો સાવન અશોકભાઈ ગોધાણી નામનો ૧૪ વર્ષીય સગીર લજાઈ નજીકના પેટ્રોલ પંપ પાસેથી બાઈકમાં બેસીને જતો હતો ત્યારે ત્યાં તેમનું બાઈક સ્લીપ થતા ઇજા થતા સાવન ગોધાણીને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News