મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સમાં ૧૧ માં માળેથી નીચે પટકાતા ઇજા પામેલ મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સની બાંધકામ સાઈટ ઉપર હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ૧૧ માં માળ ઉપરથી હિતેશભાઈ અર્જુનસિંહ ચૌહાણ જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે હાલ એલઇ કોલેજ રોડ મૂળ રહે ચલાલી કાલોલ પંચમહાલ વાળો નીચે પટકાયો હતો જેથી કરીને તેને માથામાં હેમરેજ અને શરીરે ગંભીરિજા થઈ હોવાથી તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રાત્રીના ૧૧ માં માળે તે આંટા મારતો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે પટકાતા તેનું મોત નીપજયું છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

માતાને માર માર્યો

મોરબી નજીકના ખાનપર ગામે રહેતા સરોજબેન પ્રેમજીભાઈ પીપળીયા (ઉંમર ૪૦) તેઓના ઘરે હતા ત્યારે તેને તેના દીકરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા સરોજબેન પીપળીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે બાઈક લઈને પસાર થઈ રહેલ મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૪૧) રહે. મોરબી સબ જેલ સામે વાળાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મનોજભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News