મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી જયંતિનાં અનુસંધાને સ્વચ્છતા એજ સેવાના સ્લોગનની ચિત્ર સ્પર્ધા યોજાશે


SHARE







મોરબીમાં ગાંધી જયંતિનાં અનુસંધાને સ્વચ્છતા એજ સેવાના સ્લોગનની ચિત્ર સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં બીજી ઑકટોબર એટલે મહાત્મા ગાંધી જયંતિનાં અનુસંધાને સ્વચ્છતા એજ સેવા ચિત્ર -સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવેલ છે.

આ ચિત્ર સ્લોગન સ્પર્ધામાં ઘરે બેઠાં આ ચિત્ર સ્પર્ધામાં ડ્રોઈંગ સીટ (કોરાં કાગળ) માં આપેલ સ્લોગનને અનુરૂપ સુંદર કલરથી ચિત્ર દોરી નીચે સુંદર અક્ષરોમાં કેટેગરી-૧ માં ધો.૧ થી ૪ માટે ચિત્ર સ્પર્ધા સુત્ર “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, કેટેગરી-૨ માં ધો.૫ થી ૮ ચિત્ર સ્પર્ધા સૂત્ર “સ્વચ્છ શાળા-સ્વચ્છ ગામ, કેટેગરી-૩ માં ધો.૯ થી ૧૨ ચિત્ર સ્પર્ધામાં સુત્ર “સૌ નો સાથ ગંદકી નો નાશ” અને કેટેગરી-૪ કૉલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે ચિત્ર સ્પર્ધા સૂત્ર “સ્વચ્છતાં લાવો ગંદકીને ભગાડો” આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતાં બધાં જ સ્પર્ધકોએ પોતે દોરેલાં ચિત્રનો ફૉટો પાડીને તા.૨ ના રાતના નવ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઇપણ એક નંબર ઉપર મોકલી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News