મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE







મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વળતર ચુકવવા માટેની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ૧૫૦ ટકા કરતા પણ વધારે વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વધુ વરસાદ થયો છે જેથી કરીને આ જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને સરકારના મંત્રીઓ તથા મોરબી જિલ્લાના ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલ નથી અને અમુક ગામનો સર્વે કરવા માટેની સૂચના આપવામાં આવી હોય તેવું ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે સર્વેમાં જનાર કર્મચારી અને અધિકારીઓ ફક્ત ઉભા પાકનું જ સર્વે કરે છે તેના બદલે નિષ્ફળ ગયેલ તમામ પાકનો સર્વે કરવામાં આવે તેવી માંગ કરેલ છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, N.D.R.F.  ના મેન્યુલમાં જોગવાઈ છે કે ૧૨૫ ટકા કરતા વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો અને ખેડૂતોને વળતર ચુકવવું અને સર્વેના નાટકો શા માટે ? અને જો સર્વે કરીને જ આગળ વધવાનું હોય તો શું ?  N.D.R.F. કરેલ જોગવાઈઓ ખોટી છે ? સરકારી રેકોર્ડમાં જયરે ૧૫૦ ટકા કરતા વધારે વરસાદ નોંધ્યો છે. તો સરકાર આ નિર્યણ શા માટે નથી લેતી?  સરકારી રેકર્ડના આકડા ઓ ખોટા છે ? સરકારને ખેડૂતોની મુશ્કેલીઓ દેખાતી નથી. અને મોરબી જીલ્લાના ખેતી વિભાગના સરકારી અધિકારી સરકારને પણ ગાઠતા નથી તો આ અધિકારીને કોનું પીઠ બળ છે ? ખેડૂતો આંદોલનના માર્ગે  જાય ?  ભાજપની ભગીનીની સંસ્થા કિશાન સંઘ પણ  આ મામલે કેમ ચુપ છે ?  મોરબીના માજી ધારાસભ્ય તેમજ  હાલના  મંત્રી   પણ કેમ ચુપ છે ? આ બધા પ્રશ્નો છે તેને લઈને સીએમને રજૂઆત કરવામાં આવી છે અને જો લીલા દુષ્કાળ નહીં જાહેર કરવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સી હિમકી ઉચ્ચારી છે






Latest News