મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીકિને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા


SHARE





માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીકિને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોબા વાંઢ વિસ્તારની અંદર ભેસ ખેતરમાં આવીને પાકને નુકશાન કરતાં ભેંસ ચરાવવા બાબતે વચ્ચે બોલચલી થયેલ હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા ભત્રીજાના દીકરાએ ફરિયાદીની પત્ની અને દીકરાને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તે બંનેના મોત થયા હતા જેથી કરીને મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે હાલમાં પત્ની અને દીકરાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને માળીયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા યુસુફભાઈ મોવરના દીકરા શાહરૂખ મોવરે છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ઝરીનાબેન ઇશાભાઈ મોવર (ઉમર ૪૫) અને તેના દીકરા હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૩) ને છરીના ઘા ઝીકિ દીધા હતા તે તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી તેના દીકરા હબીબ મોવરે આરોપીને કહ્યું હતું કે, તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગાળાના ભાગે તેમજ તેની માતાને સાથળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા હાલમાં માળીયા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News