મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના યજ્ઞપુરુષનગરમાં મકાનમાંથી ૪૮ બોટલ વિદેશી દારૂ-૧૨૫ લિટર દેશી દારૂ સાથે એક પકડાયો: ત્રણની શોધખોળ


SHARE









વાંકાનેરના યજ્ઞપુરુષનગરમાં મકાનમાંથી ૪૮ બોટલ વિદેશી દારૂ-૧૨૫ લિટર દેશી દારૂ સાથે એક પકડાયો: ત્રણની શોધખોળ

વાંકાનેરના યજ્ઞપુરુષનગર (ગારીયા) માં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી  મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૪૮ બોટલ અને ૧૨૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૧૯૦૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેરના યજ્ઞપુરુષનગર (ગારીયા) માં રહેતા વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૪૮ બોટલ અને ૧૨૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૧૯૦૦ ના મુદામાલ સાથે પોલીસે આરોપી વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયા જાતે કોળી (૧૯) રહે. યજ્ઞપુરૂષનગર (ગારીયા)ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વિશાલ મંછારામ બાવાજી, કીશનભાઇ નરોતમભાઇ બાવાજી અને કિશનભાઇ ઉર્ફે વિજય જીવરાજભાઇ કોળી રહે. તમામ ગારીયા વાળાના નામ સામે આવ્યા હતા જેથી કરીને તેની સામે ગુનો નોંધીને પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, જે ત્રણ આરોપીઓને આ ગુનામાં પકડવાના બાકી છે તે ત્રણેય આરોપીઓ દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ગઇકાલે મોરબીના લાલપર ગામ પાસેથી ઝડપાયા હતા




Latest News