મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કારખાનેદારે ધંધામાં ખોટ આવતા કર્યો આપઘાત


SHARE







મોરબીમાં રહેતા કારખાનેદારે ધંધામાં ખોટ આવતા કર્યો આપઘાત 

મૂળ જૂનાગઢના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા વેપારી આધેડે ધંધામાં ખોટ આવતા ટંકારાના ધ્રુવનગર ગામ નજીક ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેઓનું મોત નિપજયુ હતું જેથી પોલીસે બનાવ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લેતા હરિભાઈ ખીમજીભાઇ બહેરા જાતે પટેલ (ઉમર ૫૬) હાલ રહે.મોરબી રવાપર રોડ લવહીલ એપાર્ટમેન્ટ મૂળ રહે. હરિઓમનગર જુનાગઢ વાળાનું મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી છે જેની તપાસ એમ.પી.ચાવડા ચલાવી રહ્યા છે.વધુમાં તપાસ કરી રહેલા મુકેશભાઇ ચાવડા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હરિભાઈ ખીમજીભાઈ પટેલ મૂળ જૂનાગઢ વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને અહીં મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક આવેલ સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા હતા જોકે હાલ યુનીટ બંધ હોય અને ધંધામાં ખોટ આવવાના કારણે ગઈકાલે હરીભાઇએ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે ભરવાડવાસ વિસ્તારમાં રહેતા જતીન વાલજીભાઈ શિયાળ નામના ૨૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે તા.૨૮ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જતીન વાલજીભાઈ નામનો યુવાન બાઈક લઈને જસમતગઢ અને જેતપર વચ્ચેથી જતો હતો ત્યારે આલ્ફાનસો વિટ્રીફાઇડ નજીક તેના બાઇકની આડે  ખૂંટીઓ આડો ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા તેને માથામાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના ગેબનશાપીરની દરગાહ પાસે થયેલ મારામારીના બનાવમાં મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા મંજૂરહુસેન ઈકબાલભાઇ જીંદાણી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News