વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ટ્રેડિંગના ભાગીદારને છરીના ઘા ઝીકવાના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ


SHARE









મોરબીમાં સિરામિક ટ્રેડિંગના ભાગીદારને છરીના ઘા ઝીકવાના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર બોલાવીને કમિશનના રૂપિયા માંગતા યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો અને ત્યારે તે યુવાનને છરીના બે ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી સારવાર લીધા બાદ યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે છરી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી છે

મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઑરડી પાસે આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા અને સિરામિક ટ્રેડિંગનું ભાગીદારીમાં કામ કરતાં શાહિદભાઈ સુભાનભાઈ મુલતાની (૩૬) ને સંજયભાઈ શીવાભાઈ કાલાવાડીયા પાસેથી વેપાર ધંધાના કમિશનના ૪૦૦૦૦ રૂપિયા લેવાના હતા જે તેઓએ તેમની પાસે માંગતા સંજયભાઈ કાલાવાડીયાએ ફોન કરીને શાહિદભાઈને કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા સ્ટીલ પાસે બોલાવ્યા હતા જેથી સાહિદભાઈ મુલતાની ત્યાં પોતાના રૂપિયા લેવા માટે ગયા હતા ત્યારે સંજયભાઈ કાલાવાડીયાએ તું રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરીના બે ઘા ફરિયાદીને પેડુ અને પડખાના ભાગે ઝીકિ દીધા હતા અને સંજયભાઈની સાથે રહેલ તેના દીકરા, પત્ની અને તેઓની સાળીએ પણ તેને ગાળો આપીને સળિયા વડે માર મારી હતો અને જો રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી સંજયભાઈ કાલાવાડીયાએ આપી હતી જેથી ભોગ બનેલા શાહિદભાઈ મુલતાનીને સારવાર લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં સંજયભાઈ શીવાભાઈ કાલાવાડીયા જાતે પટેલ (૩૫), ફાલ્ગુનીબેન સંજયભાઈ કાલાવડીયા (૨૪), ભવિકાબેન ઉર્ફે ભાવનાબેન કમલેશભાઈ હોથી (૨૧) રહે. ત્રણેય અંજની એપાર્ટમેંટ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મોરબી વાળાની પીએસઆઈ એમ.પી. સોનારા તેમજ રાઇટર ભાવેશ ગઢવી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પૂછપરછ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી




Latest News