મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ટ્રેડિંગના ભાગીદારને છરીના ઘા ઝીકવાના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ


SHARE







મોરબીમાં સિરામિક ટ્રેડિંગના ભાગીદારને છરીના ઘા ઝીકવાના ગુનામાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર બોલાવીને કમિશનના રૂપિયા માંગતા યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો અને ત્યારે તે યુવાનને છરીના બે ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી સારવાર લીધા બાદ યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે છરી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી છે

મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઑરડી પાસે આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા અને સિરામિક ટ્રેડિંગનું ભાગીદારીમાં કામ કરતાં શાહિદભાઈ સુભાનભાઈ મુલતાની (૩૬) ને સંજયભાઈ શીવાભાઈ કાલાવાડીયા પાસેથી વેપાર ધંધાના કમિશનના ૪૦૦૦૦ રૂપિયા લેવાના હતા જે તેઓએ તેમની પાસે માંગતા સંજયભાઈ કાલાવાડીયાએ ફોન કરીને શાહિદભાઈને કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા સ્ટીલ પાસે બોલાવ્યા હતા જેથી સાહિદભાઈ મુલતાની ત્યાં પોતાના રૂપિયા લેવા માટે ગયા હતા ત્યારે સંજયભાઈ કાલાવાડીયાએ તું રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરીના બે ઘા ફરિયાદીને પેડુ અને પડખાના ભાગે ઝીકિ દીધા હતા અને સંજયભાઈની સાથે રહેલ તેના દીકરાપત્ની અને તેઓની સાળી પણ તેને ગાળો આપીને સળિયા વડે માર મારી હતો અને જો રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી સંજયભાઈ કાલાવાડીયાએ આપી હતી જેથી ભોગ બનેલા શાહિદભાઈ મુલતાનીને સારવાર લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં સંજયભાઈ શીવાભાઈ કાલાવાડીયા જાતે પટેલ (૩૫), ફાલ્ગુનીબેન સંજયભાઈ કાલાવડીયા (૨૪), ભવિકાબેન ઉર્ફે ભાવનાબેન કમલેશભાઈ હોથી (૨૧) રહે. ત્રણેય અંજની એપાર્ટમેંટ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મોરબી વાળાની પીએસઆઈ એમ.પી. સોનારા તેમજ રાઇટર ભાવેશ ગઢવી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પૂછપરછ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News