મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીના આયોજકની ટીમની કામગીરીને ડો. જયંતિભાઈ ભાડેશિયાએ બિરદાવી


SHARE









મોરબીની સંકલ્પ નવરાત્રીના આયોજકની ટીમની કામગીરીને ડો. જયંતિભાઈ ભાડેશિયાએ બિરદાવી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરએસએસના અગ્રણી ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના આગેવાનો આવ્યા હતા ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને આગેવાનોએ બિરદાવી હતી

મોરબીમાં છેલ્લા ૧૪ વર્ષથી માતાજીની ભક્તિની સાથે અર્વાચીન રાસોત્સવનું આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું લીલાપર- કેનાલ રોડે કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામા આવી છે જેથી કરીને મહિલાઓ સહિતના ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્યાન આરઆરએસના પશ્ચિમ વિભાગના સર સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, શિશુમંદિર મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયતિભાઈ રાજકોટિયા, ઇન્ડિયન મેડિકલ એસો. પ્રમુખ ડો. વિજયભાઈ ગઢિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, રિશીપભાઈ કૈલા, દેવાભાઇ અવાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ, મુકેશભાઇ ગામી, કે.ડી.બાવરવા, અશ્વિનભાઈ વીડજા, ડો. લતાબહેન ગઢિયા, કમલેશભાઈ કંટારિયા તથા પત્રકાર અતુલભાઈ જોષી, પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા ત્યારે ડો. જયંતિભાઈ ભાડેશિયાએ યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી




Latest News