મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના શાંતિનગરમાં ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા પરિણીતાનું મોત


SHARE









વાંકાનેરના શાંતિનગરમાં ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા પરિણીતાનું મોત

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં રહેતી પરિણીતા પોતાના ઘરે પાણીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારની અંદર આવેલ શાંતિનગરમાં રહેતા સંજયભાઈ રંગપરાના પત્ની કોમલબેન (૨૨) પોતાના ઘરે હતા ત્યારે ઘરમાં પાણીની ઈલેક્ટ્રીક મોટર શરૂ કરવા માટે ગયા હતા ત્યારે તેઓને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ નારણભાઈ સુખાભાઈ લાવડીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક કોમલબેન રંગપરા પોતાના ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તેનું મોત નીપજ્યું છે અને મૃતક મહિલાને સંતાનમાં ત્રણ વર્ષની એક દીકરી છે




Latest News