મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

હિન્દુઓની લાગણી દુભાવે તેવા ગીત રજૂ કરનાર કલાકારને હવે પાટીદાર નવરાત્રીના મંચ ઉપર ક્યારેય નહીં બોલાવું: અજય લોરીયા


SHARE













મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપરથી "જુમ્મે કી રાત હૈ અલ્લાહ બચાયે મુજે તેરે વાસ્તે" ગીતની રજૂઆત હિમેશ રેશમિયા દ્વારા કરવામાં આવી હતી જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી છે કે હિન્દુઓની લાગણી દુભાય તેવા ગીત રજૂ કરનાર કલાકારને તેઓ ક્યારે પણ પાટીદાર નવરાત્રીના મંચ ઉપર બોલાવશે નહીં

હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જાણીતા સિંગર હિમેશ રેશમિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા હિન્દી ગીત લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે "જુમ્મે કી રાત હૈ અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" હિન્દી ફિલ્મનું ગીત છે તે રજૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણકે પાટીદાર નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના મંચ ઉપરથી આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુબઈ હોય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, મહામંત્રી કમલભાઇ દવે સહિતના આગેવાનો પાટીદાર નવરાત્રી મહોત્સવના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને તેમણે આ ગીત ગાનારા કલાકારનો અને ગીતનો વિરોધ કર્યો હતો ત્યારબાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ પાર્ટી પ્લોટમાં હાજર રહેલા તમામ ખેલૈયાઓ સહિતના લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે હિન્દુ સમાજની લાગણી દુબઈ તેવા ગીત રજૂ કરનારા કલાકારોને હવે ક્યારેય પણ તેઓ પાટીદાર નવરાત્રી મહોત્સવના મંચ ઉપર લઈને આવશે નહીં 








Latest News