મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડીએ યુવાન ઉપર કુવાડી વડે હુમલો કરનાર બે પકડાયા


SHARE









મોરબીની વાવડી ચોકડીએ યુવાન ઉપર કુવાડી વડે હુમલો કરનાર બે પકડાયા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાન ઉપર થોડા દિવસો પહેલા વાવડી ચોકડીએ કુહાડી વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ઇજાગ્રસ્ત યુવાને બે સામે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે બે ની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા સંજય માણસુરભાઈ ગજીયા જાતે બોરીચા નામના ૨૭ વર્ષના યુવાન ઉપર થોડા દિવસો પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેમા તેને માથાના ભાગે કુહાડીનો ઘા કરવામાં આવ્યો હતો અને મૂઢ માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત સંજય ગજીયાને સારવારમાં ખસેડાયો હતો.બાદમાં તેણે જીલુભાઈ નાથાભાઈ વાંક તેમજ સંજય રાજાભાઇ ડાંગર રહે.તારાણા તા.જોડીયા જી.જામનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં તપાસ અધીકારી એ.એમ.ઝાપડીયા દ્રારા જીલુ નાથા વાંક બોરીયા (૪૮) રહે.સતનામ એપાર્ટમેન્ટ વાવડી રોડ અને સંજય રાજા ડાંગર બોરીચા (૨૫) રહે.તારાણા તા.જોડીયા જી.જામનગરની ધરપકડ કરવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે ફરિયાદી અને સામેવાળાઓ કૌટુંબિક સાઢુભાઈ થતા હોય અને સામાન ભરવા દરમિયાન બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના ઘુંટુ ગામે રહેતા મંજુબેન બાબુભાઈ છગનભાઈ મહાલીયા નામના ૪૮ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર એસડ પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેઓનો લગ્નગાળો ૨૫ વર્ષનો છે હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબી બી ડુવિઝન પોલીસના જણાવ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેંટો સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ બનાસકાંઠાના ભાંભરના ભીમ બોળકી ગામના વતની જીતેન્દ્ર ચૌહાણ નામનો ૩૫ વર્ષનો મજૂર યુવાન ફોનમાં વાત કરતો હતો ત્યારે ઊંચાઈએથી નીચે પડતા તેને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે શિવમ હોસ્પિટલ પાછળ આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ અનિલભાઈ પરમાર નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલે સારવારમાં ખસેડાયો હતો અને પોલીસે પહોંચીને તેનું નિવેદન લેતા તેને જણાવ્યું હતું કે પોતે પોતાના મિત્ર જયેશની સાથે શેરીમાં ધીરૂભાઈની દુકાને બેઠો હતો ત્યારે ત્યાં "મારા ઘર સામે કેમ બેસો છો..?" તેમ કહીને સામેવાળા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.




Latest News