મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસરમાં 'જય ભીમ' નું લખાણ વાહન ઉપરથી હટાવવાનું કહીને યુવાનને માર મારનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીના પંચાસરમાં 'જય ભીમ' નું લખાણ વાહન ઉપરથી હટાવવાનું કહીને યુવાનને માર મારનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના પંચાસર ગામે ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી પંચાસરના યુવાને મોરબી તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના પંચાસર ગામે રહેતા અને વાહન ચલાવીને ગુજરાન ચલાવતા જગદીશ બાબુભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન ઉપર ગામમાં જ રહેતા હિતુભા વિક્રમસિંહ ઝાલા નામના શખ્સ દ્રારા બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરે જઈને તે યુવાનની સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બાદમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં યુવાને જણાવ્યુ હતું કે, તેની મહેન્દ્રા કંપનીની જીતો નામના ભાર વાહક વાહન નંબર જીજે ૩૬ ટી ૫૦૬૭ ના કાચ ઉપર “જય ભીમ” લખાવેલું હોય તે લખાણ કાઢી નાખવાનું કહીને તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના ઘરે આવીને હિતુભા ઝાલાએ ઉશકેરાઈ જઈને ઝપાઝપી કરી હતી અને જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં જગદીશભાઈ પરમારની ફરિયાદ ઉપરથી મોરબી તાલુકા પોલીસ દ્વારા હિતુભા વિક્રમસિંહ ઝાલા સામે એટ્રોસિટી અને ધમકી આપવા સબબ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી અને તેની ટીમ દ્વારા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા વિક્રમસિંહ ઝાલા (૨૭) રહે. પંચાસર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા ખાતે આવેલ જૂની હાટડી શેરીમાં રહેતા અમરદીપ સિંહ ચંપક્ષી રાઠોડ નામના ૪૧ વર્ષે યુવાન તારીખ બે ના સાંજના સાતેક વાગ્યે માંડલ રોડ ઉપર આવેલા સીરામીક નજીકથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના બાઈક સાથે કૂતરું અથડાતા થયેલ વાહન અકસ્માત બનાવવામાં ઈજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના જે એમ જાડેજા દ્વારા બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News