મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હેડફેટ લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના ગાળા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હેડફેટ લેતા યુવાનનું મોત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહેલા યુવાનના બાઈકને મોડીરાત્રીના કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં યુવાનનું મોત નિપજયુ હતુ.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતો સુરેશ શિવાભાઈ ઝિંઝુવાડીયા નામનો ૩૦ વર્ષનો કોળી યુવાન ગતરાત્રિના દસેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ઉપર ગાળા અને ગુંગણ વચ્ચેથી બાઇક લઇને જતો હતો ત્યારે ગાળા ગામના પાટીયા નજીક તેના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફટે લેતા સુરેશભાઈ ઝીંઝવાડીયાને ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજયુ હતું અને તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજમેરી દ્વારા હાઇવે ઉપરના સીસીટીવી ફુટેજો મેળવવાની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં આધેડને ઈજા

મોરબીના નીચી માંડલ ગામે રહેતા મુકેશભાઈ નાનજીભાઈ સિણોજીયા નામના ૫૧ વર્ષના આધેડ તા.૩૦-૯ ના સાંજના સાતેક વાગ્યે બજરંગ પાણીના પ્લાન્ટ નીચી માંડલ ગામ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા જમણા હાથે ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે જયેન્દ્રસિંહ વેલુભા ઝાલા નામના ૬૦ વર્ષના આધેડ ગામમાં શક્તિ માતાના મંદિર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અન્ય બાઇક સાથે તેમનું બાઇક અથડાતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ફીનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર (રોટરીનગર) ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડીયા નામના ૨૯ વર્ષના યુવાને ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સીવીલે સારવારમાં લઇ જવાયો હતો અને હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબી તાલુકાના ખાનપર (નેસડા) ગામે રહેતા જેઠાભાઈ ઝીણાભાઈ સોલંકીને ખાનપર ગામના પુલ નજીક વાહન અકસ્માતમાં ઇજાઓ થવાથી તમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News