વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટેકાના ભાવે જણસ વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ


SHARE









મોરબી જીલ્લામાં ટેકાના ભાવે જણસ વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા.૧/૧૦ થી ૩૧/૧૦ દરમિયાન કરાવી શકાશે અને રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી  કરાશે

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા.૧૭/૧૦ થી ૩૧/૧૨ દરમ્યાન ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો નીગમ લીમીટેડના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ–એ) માટે રૂ. ૨૦૬૦/- પ્રતિક્વિન્ટલ મકાઈ માટે રૂ.૧૯૬૨/-પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ દ્વારા તા. ૩૧/૧૦ સુધીમાં કરાવી શકાશે.

 નોંધણી કરાવવા તમામ ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી નાં થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેંક એકાઉન્ટની પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ(IFSC કોડ સહિતનો) સાથે લાવવાનો રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે જેથી ખેડૂતોનો જથ્થો અસ્વિકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન તેમજ ખરીદકેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેવું ગુ.રા.નાં.પુ.ની.લી.- મોરબીના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.




Latest News