મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માતૃસંસ્થામાં નાનો મોટો અણ બનાવ હોય તો ભાજપ જોઈન્ટ કરવુ નહીં, તે તમારો ઉપયોગ કરીને નાખી દેશેઃ કિશોરભાઇ ચીખલીયા


SHARE









મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આજે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં વિધિવત રીતે પ્રવેશ મેળવ્યો છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસન પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના હસ્તે તેમણે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારબાદ તેઓએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે જોડાયેલા કોઈ પણ આગેવાન કાર્યકર્તાઓને માતૃ સંસ્થા સાથે નાનો મોટો અણ બનાવ હોય તો પણ ભાજપ જોઈન્ટ કરવો નહીં કારણ કે તે તમારો ઉપયોગ કરીને નાખી દેશે.

મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના જે તે સમયના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા મોરબી માળિયા વિધાનસભા બેઠકની ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પણ તેઓને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ મળી ન હતી જેથી કરીને જે તે સમયે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી બ્રિજેશ મિરજા બાદ તેને ભાજપ જોઈન્ટ કર્યું હતું અને છેલ્લા અઢી વર્ષથી તેઓ ભાજપના આગેવાન તરીકે સમગ્ર વિસ્તારની અંદર સક્રિય હતા

જોકે ભાજપમાં પણ તેઓની સતત અવગણના થતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો જેથી કરીને કિશોરભાઈ ચીખલીયા દ્વારા આજે ભાજપની સાથે છેડો ફાડીને તેઓની માતૃ સંસ્થા એટલે કે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે પ્રવેશ મેળવવામાં આવ્યો છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાના હસ્તે ખેસ પહેરીને તેઓએ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો છે

ખાસ કરીને આજે જ્યારે ભાજપ સાથે છેડો ફાડીને વિધિવત રીતે કિશોરભાઈ ચીખલીયા કોંગ્રેસ સાથે જોડાય છે ત્યારે તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે તે સમયે પક્ષ સાથે તેઓને કોઈ વાંધો ન હતો પરંતુ તેઓ ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પણ કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ન મળી હતી જેથી કરીને જે તે સમયે તેઓએ ખોટો નિર્ણય લઈ લીધો હતો અને કોંગ્રેસ પક્ષમાંથી તેઓ ભાજપમાં ગયા હતા પરંતુ આજે અઢી વર્ષ ભાજપ સાથે રહ્યા બાદ તેઓએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે માતૃ સંસ્થા સાથે કોઈપણ નાના મોટા અણ બનાવ હોય તો કોઈ આગેવાન કે કાર્યકરે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોઇન્ટ કરવુ નહીં કારણ કે ભાજપ તમારો ઉપયોગ કરીને નાખી દેશે તેની પાસે બીજો કોઈ વિકલ્પ છે જ નહીં

રાજીવ ગાંધી ભવન અમદવાદ ખાતે મોરબી જીલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી તે સમયે મોરબી જિલ્લામાંથી વાંકાનેર ધારાસભ્યં જાવેદ પીરઝાદા, પટેલ સમાજના અગ્રણીઓ, જિલ્લા સદસ્યો મહેશ પરેજીયા અને નયન અઘારા તેમજ સતીશ મેરજા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, નિમેષભાઈ ગંભવા, તાલુકા તેમજ શહેર પ્રમુખો રાજુભાઈ કાવર, ઇકબાલભાઈ જેડા, ધર્મેન્દ્ર વિડજા, હારૂનભાઇ સંથવાની,  અશોકભાઈ કૈલા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા, એનએસયુઆઇના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, મુસ્લિમ અગ્રણી અયુબભાઇ મોવર, તેમજ ફ્રન્ટલ સેલના પ્રમુખોએ બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા તેમજ 30 વ્યક્તિએ કિશોરભાઈ ચીખલીયા સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કાર્યો હતો






Latest News