મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીમાં દિવ્યાંગ બાળકોના હસ્તે મહાઆરતી યોજાઇ


SHARE







મોરબીની સંકલ્પ નવરાત્રીમાં દિવ્યાંગ બાળકોના હસ્તે મહાઆરતી યોજાઇ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠમા નોરતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગ બાળકો અને તેના માતા-પિતાને હસ્તે આ મહાઆરતી કરવામાં આવી હતી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, આઠ  દિવસથી ખૈલૈયાઓ રમી રહ્યા છે તો પણ થાકનો અણસાર તેઓમાં દેખાતો નથી. અને દરેક સમાજની નાની મોટી દીકરીઓ માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવવી છે જેથી લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આઠમના દિવસે યોજાયેલ મહાઆરતીમાં દિવ્યાંગ બાળકોની માતાજી મનોશક્તિ મજબૂત બનાવે તેવા હેતુથી દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતાને બોલાવીને તેના હસ્તે આરતી કરવામાં આવી હતી ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, મોરબી સીરામીક એસ.ના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, કાંતિકારી સેનાના રાધે પટેલ, ડો.સનારિયા, ડો. માલાસણા, ડો. ગોપાણી અને ડૉ. હિતેશ પટેલ સહિતનાએ હાજરી આપી હતી






Latest News