મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ કેવલ મિનરલના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેવલ મિનરલ નામના કારખાનાના લેબર ક્વોટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાહુલ મેઘાભાઈ મુનિયા (ઉંમર ૨૪) નામનો યુવાન તેના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેણે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક રાહુલ મુનિયાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આપઘાતના આ બનાવની આગળની તપાસ એ.એસ.આઇ. જે.પી. કણસાગરા ચલાવી રહ્યા છે

હાર્ટ એટેકથી મોત

મૂળ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી અને હાલમાં પાડાપુલ નીચે ઝૂંપડામાં રહેતા ગૌરીબેન ભરતભાઈ જખાણીયા (ઉંમર ૩૫) પોતાના ઝૂપડામાં રાત્રે સુઈ ગયા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે જગાડવા છતાં નહીં જાગતા તેનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હોય તેના મૃતદેહને પીએમ માટે તેના પતિ ભરતભાઈ અબાભાઈ જખાણીયા (ઉંમર ૩૭) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News