ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આગલા ઘરની પાંચ વર્ષથી બાળકી સાથે આચર્યુ દુષ્કર્મ


SHARE







મોરબીમાં પરિણીતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આગલા ઘરની પાંચ વર્ષથી બાળકી સાથે આચર્યુ દુષ્કર્મ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મૂળ મધ્ય પ્રદેશની પરિણીતા બે દીકરીઓ સાથે રહેતી હતી અને તેનો પતિ તેના વતનમાં રહેતો હોય હાલ મોરબી ખાતે પરિણીતાના પતિની જેમ રહેતા મૂળ વઢવાણના શખ્સે પરણીતાની પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ભોગ બનેલ બાળકીની માતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશની મહિલા પોતાની બે દીકરીઓ સાથે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતી હતી અને તેનો પતિ વતનમાં રહેતો હતો જો કે, આ પરણીતા પોતાની બે દીકરીઓ સાથે કારખાનામાં જે લેબર કવાર્ટરમાં રહેતી હતી ત્યાં મૂળ સુરેન્દ્રનગરના વઢવાણાનો રહેવાસી શખ્સ આ મહિલાની સાથે તેના પત્ની જેમ રહેતો હતો દરમ્યાનમાં પરણીતાની સાથે રહેતા આ શખ્સે પરણીતાની આગલા ઘરની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી હતી અને તેની સાથે જાતીય પ્રવેશ હુમલો કરીને દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ તેની સાથે પતિની જેમ રહેતા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે પીઆઈ કે.એ. વાળા દ્વારા દુષ્કર્મ અને પોકાસોની કલમો હેઠળ મૂળ વઢવાણના શખ્સની સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબીના શકત શનાળા ગામે દરબાર શેરીમાં રહેતા પ્રવીણસિંહ કેશુભા જાડેજા નામના ૭૧ વર્ષના વૃદ્ધને શ્રીજી એસ્ટેટ પાસે મારામારીના બનાવવામાં ઈજા થતા તેમને સારવારમાં સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પ્રવિણસિંહને તેમના પુત્ર સાથે ઝઘડો થયો હોય અને તેમાં મારામારીમાં ઈજા તથા સારવારમાં લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ નવાગામમાં રહેતી કાજલબેન અક્ષયભાઈ પ્રેમજીભાઈ સારલા નામની ૨૫ વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી જતા તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.કાજલબેન લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જાણવા મળે છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અનવરભાઈ કરીમભાઈ રાઠોડ જાતે મુસ્લિમ નામના ૬૬ વર્ષના વૃદ્ધ ઘરેથી હોટલ તરફ જતા હતા ત્યારે રસ્તામાં રોડ ઉપર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓથી તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કાલિકા પ્લોટ પાછળ આવેલ શિવ સોસાયટીમાં રહેતા નૌતમલાલ ગૌરીશંકર ત્રિવેદી નામના ૬૬ વર્ષના આધેડ સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી નૌતમભાઇ ત્રિવેદીને સારવારમાં ખસેડાયા હતા






Latest News