ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના હરિપર પાસે વોકળામાં ઉતરી જતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







મોરબીના હરિપર પાસે વોકળામાં ઉતરી જતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ પાસે બાઇક વોકળામાં ઉતરી જતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આએમપીના ધટબોરી ગામના રહેવાસી ધ્રોલ તાલુકાનાં ભેસદળ ગામ વસમભાઇ પટેલની વાડીએ રહેતા રાકેશભાઇ વેરસીંહ પલાસિયા જાતે આદિવાસી (૨૦)મરણ જનાર બુંદલાભાઇ ઉર્ફે રાજનભાઇ વેરસીંગભાઇ પલાસીયા (૨૨) રહે. હાલ મોરબી-૨ મહેશભાઇ ભારાભાઇ વકાતરના ઘરે ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ ઉપર ફરીયાદીના ભાઇ બુદલાભાઇ પોતાના હવાલા વાળુ હિરો હોન્ડા સી.ડી. ડોન બાઇક નંબર જીજે ૩ એપી ૩૧૫૪ લઈને જતાં હતા ત્યારે બાઇક વોકળામાં ઉતરી જતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને ફરીયાદીના ભાઇ બુદલાભાઇને માથામા તથા પગમા ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમવી એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News