મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીચોક નજીક રિક્ષા ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીના ગાંધીચોક નજીક રિક્ષા ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરના શનાળા રોડ ઉપરથી ગાંધી ચોક બાજુ પગપાળા ચાલીને આવી રહેલા વૃદ્ધને અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ગંભીર ઇજા થઈ હતી અને વૃદ્ધને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવ નગરમાં રહેતા વાઘજીભાઈ નાનજીભાઈ ઉચાળા (ઉંમર ૮૦) મોરબીના સનાળા રોડ ઉપરથી ગાંધી ચોક બાજુ પગપાળા ચાલીને આવી રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને વાઘજીભાઈને ઇજાઓ થયો હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વાઘજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે બકરા ચરાવવાની બાબતમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ બાબુભાઈ અઘારીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) અને તેના પત્ની પારુલબેન રાજેશભાઈ અઘારીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News