મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ


SHARE







મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ

ગત શનિવારને તા. ૮-૧૦ ના રોજ મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પાયાના પથ્થર અને ગામના મોટા ભાગના લોકોએ જેમની પાસે અભ્યાસ કરેલ છે તેમજ સજનપર ગામમાં જેનું ગૌરવભેર નામ લઈ શકાય એવા મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જસમતભાઈ ભેંસદડિયા તેમજ સજનપર શાળાના જ ભૂતપૂર્વ કર્મનિષ્ઠ શિક્ષિકા દમયંતિબેન તરફથી શાળાના તમામ બાળકોને જમાડવામાં આવ્યા હતા.તેમજ જસમતભાઈ ભેંસદડિયા દ્વારા શ્રી સજનપર શાળાના ઇતિહાસ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી.આ સાથે શાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી.જેમાં વિવિધ પ્રકારના ઇનામો પણ જસમતભાઇ તરફથી આપવામાં આવ્યા જેમાં ધો.૧ અને ધો.૨ માટે વેલ ડ્રેસ- કુમાર અને કન્યા બંને માટે, ધો. ૩ થી ૫ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ અને ધો. ૬ થી ૮ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ જેવા ઇનામો રાખેલ હતા.જે બદલ શાળા પરિવાર દ્વારા જસમતભાઇ ભેંસદડીયાનું શાલથી સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગામના સરપંચ રીનાબેન જાદવ, એસએમસીના અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણી તેમજ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે બદલ ગામના સરપંચ એ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.






Latest News