મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ


SHARE







મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ

મોરબી જિલ્લો બની ગયેલ આશરે બાર વર્ષ જેટલો સમય થયેલ છે અને ઘણા કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યા ઉપર કે પછી એક જ શાખામાં વર્ષોથી નોકરી કરી રહ્યા છે જેથી કરીને તે બેફામ બની ગયા છે માટે આ કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે બદલાવવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લાની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઘણા સમયથી થયેલ નથી અને સરકારનો ત્રણ વર્ષનો નિયમ હોવા છતાં કર્મચારીની બદલી કેમ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને વર્ષોથી ઘણા કર્મચારીઓ એક જ શાખામાં કામ કરી રહ્યા યોવાથી તે પોતાની મનમાંની ચલાવી રહ્યા છે જેથી કરીને પી.પી. જોશી દ્વારા આવા અધિકારી અને કર્મચારીઓને બદલાવવા માટેની માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જીલ્લામાં બિનખેતી, મેજી, અપીલ, ઇ-ધરા વિભાગ અને પ્રાંત તેમજ મામલતદાર કચેરીમાં ઘણા અધિકારી પોતાના મનમાનીતા કર્મચારીને રાખવામાં આવેલ છે જેની બદલી પણ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને લોકોની સુખાકારી માટે વહેલમાં વહેલી તકે વર્ષોથી એક જ જગ્યાએ ગોઠવાઈ ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવે તે અનિવર્ય છે 






Latest News