મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદા ત્રણેય કેનાલમાં પાણી છોડાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં આવતી નર્મદા ત્રણેય કેનાલમાં પાણી છોડાવવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદા ત્રણ કેનાલ આવી રહી છે જો કે, હાલમાં ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે આ કેનાલમાં પાણી આવી રહ્યું નથી જેથી કરીને આ ત્રણે બ્રાંચમાં ખરીફ સીઝન માટે પાણી આપવામાં આવે તેવી સીએમને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે

મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યાએ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક બચી જવા પામેલ છે. તેને હાલમાં પાણીની જરૂરિયાત છે જો કે, નર્મદની કેનાલમાં હાલમાં પણી આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો છે અને ડેમ ઓવરફલો થયેલ છે તો ખેડૂતો માટે તાત્કાલિક પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ સાથે સીએમને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે વધુમાં તેને જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલોમાં ફક્ત ધ્રાંગધ્રા તથા અમુક હળવદના ગામોના ખેડૂતોને બાદ કરતા મોરબી જીલ્લાના માળિયા તથા મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને કેનાલની ફૂલ કેપેસિટી મુજબનું પાણી કેનાલમાં છોડવામાં આવશે તો જ છેવાડાના ગામના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળી શકે તેમ છે અને અધિકારીને બેદરકારીના લીધે ઘણી જગ્યાએ બકનળીઓ મૂકીને પાણીનો બગાડ કરવામાં આવે છે. તેને પણ રોકવામાં આવે તે જરૂરી છે અને સિંચાઇ માટેનું પાણી ૧૦ દિવસમાં નહિ મળે તો ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જાય તેમ છે. ત્યારે પાકને બચાવવા માટે પાણી ન છોડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

શહેરની સફાઈ માટેની સીએમને રજૂઆત

ચાલુ સાલે ચોમાસામાં અતીવૃષ્ટિથી લોકોએ ખુબજ પરેશાની ભોગવેલ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલ છે. જેનો કોઈ નીકાલ  કરવામાં આવેલ નથી. આવી જ રીતે મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદગી ફેલાયેલી છે. તેમજ  કચરાના ઢગલાઓ પડેલ છે. જેથી કરીને મચ્છર તેમજ અન્ય જીવજંતુઓનો ત્રાસ વધેલો છે. અને શહેરમાં મચ્છર  તેમજ પાણી જન્ય રોગોચાળો ફેલાયેલ છે. ત્યારે ડેન્ગ્યું, મલેરિયા, ટાઈફોડ, ઝાડા, ઉલ્ટી વગેરે પ્રકારના  રોગોના કેસ વધી રહ્યા છે જેથી મોરબીની જનતાને આ નર્ક જેવી પરિસ્થિતિમાંથી ઉગારવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરી છે






Latest News