મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે


SHARE







મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે

સોમનાથથી લઈને સૂઇ ગામ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બુધવારે રાતે આ યાત્રા મોરબી આવી જશે અને ગુરૂવારે સવારે મોરબી યુવા અને જિલ્લા કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી બાઈક રેલી યોજાશે

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદાજુદા પક્ષ દ્વારા યાત્રાઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સોમનાથથી લઈને સૂઇગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં પરીવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૩ ના રોજ સવારે ૯ વાગ્યે ભક્તિનગર સર્કલથી મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાએ જણાવ્યુ છે






Latest News