મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં કામ દરમિયાન ઈજા થતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં કામ દરમિયાન ઈજા થતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં કામ દરમિયાન મજૂરને ઈજા પહોંચી હતી જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી નજીકના ઓપવેલ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા સંજય રાધેશ્યામભાઈ સોલંકી નામના યુવાનને ગઈકાલે કામ દરમિયાન ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે આપવામાં આવી હતી અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી છે જેની આગળની તપાસ એ.એમ.ઝાપડીયા દ્રારા હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબીના ફેમસ સીરામીક નામના યુનિટ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રાકેશભાઈ બાબુભાઈ વર્મા નામના ૨૫ વર્ષના યુવાનને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના રાજકોટ હાઇવે ઉપર સમયના ગેટ પાસેથી અજાણ્યા યુવાનને ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.બનાવને પગલે હાલમાં એ ડિવિઝનન પોલીસ મથકના નંદરામ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્ટારકો સીરામીક નજીક આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસની અંદર રહેતા અતુલ નટવરલાલ પાઠક નામના ૩૯ વર્ષીય યુવાનને ઓફિસના બાથરૂમમાં કેમિકલની બોટલ ઢોળાતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જેથી પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News