ટંકારાના ઓટાળા ગામના ખેડૂતને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભથી ઘણો ફાયદો
માળીયા (મી)ના ખાખરેચી નજીકથી ૫૦૫૨ બોટલ દારૂ-૨૮૮૦ બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: ૩૩.૬૬ લાખનો મુદામાલ કબજે
SHARE
માળીયા (મી)ના ખાખરેચી નજીકથી ૫૦૫૨ બોટલ દારૂ-૨૮૮૦ બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: ૩૩.૬૬ લાખનો મુદામાલ કબજે
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથોસાથ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે જેથી કરીને પ્યાસીઓને માલ પહોચડવા માટે બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ લઈ આવવામાં આવે છે તે હકકીત છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસેથી પોલીસે વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી દારૂ અને બિયરના જથ્થાને લઈ જતાં હોવાનો પર્દાફાશ કરેલ છે અને હાલમાં પોલીસે ૫૦૫૨ બોટલ દારૂ અને ૨૮૮૦ નંગ બિયરના ટીન સહિત કુલ ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રક ડ્રાઇવરને પકડીને માળીયા મિયાણાં પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવર, ટ્રકના માલિક તેમજ માલ ભરી આપનાર સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં દારૂની બદીને ડામવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવે છે આવી જ રીરે હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે અશોક લેલન ટ્રક નં. જીજે ૬ વિવિ ૮૬૯૯ માં વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી અને તે ખોટી હોવાનું જાણવા હતી તો પણ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ચોર ખાનું બનાવીને તેમાં દારૂ બિયરનો જથ્થો મોરબી જીલ્લામાં લઈને આવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવેલ છે
હાલમાં પોલીસે સ્થળ ઉપરથી કિંગ્સ ગોલ્ડ સ્પે.વ્હીસ્કીની ૧૧૬૪ બોટલ જેની કિંમત ૩,૪૯,૨૦૦, મેગ્ડોવેલ્સ ૦૧ કલેકશન વ્હીસ્કીની ૨૩૨૮ બોટલ જેની કિંમત ૬,૯૮,૪૦૦, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૧૫૬૦ બોટલ જેની કિંમત ૮,૧૧,૨૦૦ આમ કુલ મળીને ૫૦૫૨ બોટલ દારૂ જેની કુલ કિમત ૧૮,૫૮,૮૦૦ તેમજ ગીન્સબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના ટીન ૨૮૮૦ નંગ જેની કિંમત ૨,૮૮,૦૦૦ એક મોબાઇલ ફોન નંગ, રોકડા ૧૪,૬૪૦ તથા ૧૨,૦૦,૦૦૦ની ગાડી અને બીલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, એ.ટી.એમ. વિગેરે મળીને પોલીસે ૩૩,૬૬,૪૪૦ ના ના મુદામાલ સાથે ટ્રક જીજે ૬ વિવિ ૮૬૯૯ ના ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ (૨૮) રહે. આગોર ગામ, થાણુ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે
અત્રે ઉલેખનીય છે કે, ટ્રકના અગાઉ અનેક વખત ખોટી બિલ્ટીના આધારે અન્ય વસ્તુઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની સામે આવ્યું છે અને હાલમાં વધુ એક વખત ખોટી બિલટીનો ઉયોગ કરીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) તથા આઇ.પી.સી. કલમ-૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ટ્રક ડ્રાઈવર આ ટ્રકમાં માલ ભરી આપનારા શ્રવણરામ મઘારામ જાટ રહે. બાયતુ જિલ્લો બાડમેર અને માલ મોકલનાર ટ્રક માલીક અરવિંદજી જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે પણ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે જો કે, આ માલ કોને મંગાવ્યો હતો અને અને કયા તેની ડિલિવરી આપવાની હતી તે સહિતની તપાસ કરવાની હોય પોલીસે તે દિશામાં તજવીજ શરૂ કરેલ છે