મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હવે પર્યાવરણ-દેશને થશે ફાયદો, મોરબી રેલ્વે સ્ટેશને આવ્યું પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન: અધિકારી


SHARE









હવે પર્યાવરણ-દેશને થશે ફાયદો, મોરબી રેલ્વે સ્ટેશને આવ્યું પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન: અધિકારી

મોરબી જીલ્લામાં રેલવેના ટ્રેક ઉપર ડીઝલ એન્જિન વાળી ગાડી તો છેલ્લા ઘણા વર્ષોથી દોડી રહી છે જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ હતું અને તે કામ પૂરું થઈ ગયું છે ત્યારે ગઇકાલે રાતે બાર વાગ્યે મોરબીના રેલ્વે સ્ટેશને પ્રથમ વખત રેલ્વે ટ્રેક ઉપર ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન હવે રેલ્વે ટ્રેક ઉપર દોડશે તેનાથી પર્યાવરણ અને દેશને ફાયદો થશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી જીલ્લામાં નવલખી બંદર સુધી અને માળીયા થઈને કચ્છ સુધી ઈલેક્ટ્રિક ટ્રેન દોડાવાનું લક્ષાંક નક્કી કરીને છેલ્લા ઘણા સમયથી રેલ્વે વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહયું હતું દરમ્યાન સુરેન્દ્રનગરથી મોરબી સુધી રેલ્વે ટ્રેકનું કામ પૂરું થઈ ગયું છે જેથી કરીને તેના નિરીક્ષણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઇકાલે શુક્રવારે રાતે બાર વાગ્યે સુરેન્દ્રનગર બાજુથી મોરબી ઇલેક્ટ્રિક રેલવે એન્જિન આવ્યું હતું અને હાલમાં ૧૧૦ની સ્પીડે આ ટ્રેન દોડાવવામાં આવી હતી આ તકે આરીના ઇન્ચાર્જ અજયભાઈ, લોકોના ઇન્ચાર્જ હિતેશભાઇ, સેફ્ટી એક્સપર્ટ એચ.એ.જુણેજા સહિતના અધિકારીઓ મોરબી રેલ્વે સ્ટેશને હાજર રહ્યા હતા અને ત્યારે અધિકારીઓએ જણાવ્યુ હતું કે, પહેલા કોલસાની ટ્રેન ચાલતી હતી જેથી પર્યાવરણને નુકશાન થતું હતું ત્યાર બાદ રેલવેમાં ડીઝલ એન્જિનથી ગાડીઓ દોડાવવામાં આવી રહી છે જેના લીધે વિદેશથી ક્રૂડ મંગાવવામાં આવતા દેશનો રૂપિયો બહાર જતો હતો જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિનની મદદથી ટ્રેન દોડશે તેનાથી પર્યાવરણ અને દેશ બંનેને ફાયદો થશે તે નિશ્ચિત છે




Latest News