મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા નજીક પેપર મીલમાં બોઇલરની ગરમ રાખમાં દાઝી જતા માતા-પુત્ર સારવારમાં


SHARE









મોરબીના પીપળીયા નજીક પેપર મીલમાં બોઇલરની ગરમ રાખમાં દાઝી જતા માતા-પુત્ર સારવારમાં

મોરબીના પીપળીયા ચોકડી નજીક જામનગર રોડ ઉપર આવેલ પેપર મિલના કારખાનામાં બોઇલરની ગરમ રાખમાં દાઝી જવાથી મહિલા તથા તેના ત્રણ વર્ષના પુત્રને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીંથી મહીલાના પુત્રને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે લેમેન્જા પેપર મિલમાં રહેતા મધુબેન બબલુ કોઠારી (૨૫) અને તેનો દીકરો લકી બબલુ કોઠારી (૩) ગંભીર રીતે દાજી ગયા હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી લકી કોઠારીને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે જેથી કરીને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પીપળીયા આમરણ રોડ ઉપર આવેલ લેમેન્જા પેપર મિલ નામના કારખાનામાં બોઇલરની ગરમ રાખ કાઢીને મૂકી હતી જે ગરમ રેતીમાં દાજી જવાથી મહિલા અને તેનું બાળક દાઝી જતાં તેને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને ગયા છે આ બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા ગીતાબેન ગાયત્રીપ્રસાદ દવે નામના ૬૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને ઘુંટુથી હરિઓમ પાર્ક તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા પડી જતા તેઓને ઇજાઓ થતા સારવારમાં સામાકાંઠે આવેલ શિવમ હોસ્પીટલે ખસેડાયા છે.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના ગ્રીનચોક પાસે આવેલ રબારીવાસમાં રહેતા હરેશભાઈ ગોપાલભાઈ ઝાપડા (૨૦) ને મારામારીના બનાવવામાં ઈજા થયેલ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં આવ્યા છે અને મારામારીના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં રામકેસ શિવલાલ વાણંદ (૩૦) નામના યુવાને ઈજા થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પીધૂ

માળીયા મીયાણા તાલુકાના ન્યુ નવલખીમાં રહેતા અકબર સાલેમાન સતાર (૨૫) નામના યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે અને તેના મારફતે માળિયા તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવશે




Latest News