વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૫ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ વિનોદ આઘારા જેલ હવાલે


SHARE









મોરબીમાં ૩૫ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ વિનોદ આઘારા જેલ હવાલે

રાજકોટના માજી કોર્પોરેટરની સાથે ૩૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઉભા કરીને છેતરપિંડી કરવામાં આવી હતી.જે ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને તેના રિમાન્ડ લીધા હતા જે આરોપીના આરોપી પૂરા થતાં તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

રાજકોટમાં રહેતા માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયાએ થોડા સમય પહેલા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે, મોરબીના રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલની ઓફીસમાં તેમને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩ પૈકી-૧/ પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી મુકેશભાઇની પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી. આ ગુનામાં છેલ્લે મુખ્ય આરોપી વિનોદ તરશીભાઈ અઘારા રહે, રવાપર ગામ યોગીરાજ એપાર્ટમેંટ વાળાની ધરપકડ કરીને રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News