મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

સરકારની તાનાશાહી: માળિયા (મિ)માં મંત્રીને શાંતિપૂર્ણ રજૂઆત કરવા જતાં કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત


SHARE









સરકારની તાનાશાહી: માળિયા (મિ)માં મંત્રીને શાંતિપૂર્ણ રજૂઆત કરવા જતાં કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત

માળિયા મિયાણા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સતત વરસાદ પડ્યો હતો જેથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે કોંગ્રેસ દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી આ તાલુકાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી જેથી મોરબી જિલ્લા કિશાન કોંગ્રેસના નેજા હેઠળ આગેવાનો પંચાયત મંત્રી માળિયા મીયાણા તાલુકા પંચાયત કચેરીનું ખાતમહુર્ત કરવા માટે આવતા હોય તેને રજૂઆત કરવા માટે જવાના હતા ત્યાર પહેલા કોંગ્રેસના તમામ આગેવાનોની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ મથક પાસે ભાજપ હાય હાય અને માળિયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે થઈને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લામાં દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ ચાલુ વર્ષે પડ્યો હતો તે અધિકારીઓ પણ જાણે છે અને ખાસ કરીને માળીયા મિયાણા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં સતત વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને આ તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત તાલુકો જાહેર કરવા માટે તેને અગાઉ કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓથી લઈને સીએમ સુધી રજૂઆતો કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ ભાજપના હોદ્દેદારો દ્વારા પણ આ મુદ્દે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી તો પણ માળિયા મિયાણા તાલુકાના હજુ સુધી લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી

ત્યારે રવિવારના દિવસે માળિયા મીયાણા તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા માટે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા માળીયા ખાતે આવી રહ્યા હોય મોરબી જિલ્લા કિશાન કોંગ્રેસ અને કોંગ્રેસનાં આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા અને કોંગ્રેસના આગેવાનો મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચે તે પહેલા જ માળિયા તાલુકા પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાત કરીને તેને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ હાય હાય, ભાજપ પોલીસ કરતી હૈ પુલિસ કો આગે કરતી હૈ, માળિયા તાલુકાના લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો સહિતના સૂત્રોચાર માળિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પટાનગરમાં કરવામાં આવ્યા હતા

મોરબીના કોંગ્રેસના આગેવાન કે.ડી. બાવરવા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીર, ભાવેશભાઈ સાવરીયા, દીપકભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વિડ્જા સહિતના કોંગ્રેસના આગેવાનો પંચાયત મંત્રીને લેખિતમાં શાંતિપૂર્ણ રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા અને માળિયા મીયાણા તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડ્યો હોવાથી આ તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું હોય માળિયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવાની હતી

તેમ છતાં પણ તે લોકોને મંત્રી આવે ત્યારે પહેલા જ પકડીને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને કોંગ્રેસના આગેવાનોએ પોલીસ મથકના પટાંગણમાં તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને માળિયા મીયાણા તાલુકાના ખેડૂતોને ન્યાય કરવા માટેની માંગ કરી હતી તેની સાથો સાથ હાલમાં નર્મદાની માળિયા કેનાલ જે ખીરઇ સુધી આવે છે તેમાં પાણી આવતું નથી જેના કારણે ખેડૂતોને કેનાલમાંથી સિંચાઈના પાણીનો લાભ ન મળતો હોય ખેડૂતોના ખેતરમાં કપાસ મગફળી સહિતના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે જેથી ખેડૂતોને સિંચાઈ માટેનું નર્મદાની માળિયા કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી




Latest News