મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા યુવાને કર્યો આપઘાત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયાના ભાડાના મકાનમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં મોહમ્મદભાઈ આદમભાઈ બલોચના મકાનમાં ભાડે રહેતા રાજેશભાઈ ધરમશીભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૧) એ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ દિનેશભાઈ ધરમશીભાઈ દેલવાડીયા (ઉંમર ૪૩) રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરેલ છે




Latest News