મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

સીસીટીવી કેમેરાએ દિવાળી સુધારી !: વાંકાનેર પોલીસે રોકડા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા


SHARE









સીસીટીવી કેમેરાએ દિવાળી સુધારી !: વાંકાનેર પોલીસે રોકડા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા

મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતો યુવાન વાંકાનેર તાલુકાના જાલીડા ગામે કામ હોવાથી ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૬૦૦૦ જિનપરા જકાતનાકા પાસે આવેલ પાનની દુકાન પાસે પડી ગયા હતા જોકે, પાનની દુકાને મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તે ઘટના કેદ થયેલ હોવાથી જે પોલીસ કર્મચારીને આ રોકડા રૂપિયા મળ્યા હતા તેના દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા બાદ મૂળ માલિકને તેના ૬૦૦૦ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા

સામાન્ય રીતે કોઈ જગ્યાએ પાકીટ ખોવાયું હોય તો તેમાં રાખવામા આવેલ ડૉક્યુમેન્ટ આધારે અને મોબાઈલ ખોવાયો હોય તો તેમાં રહેતા નંબરોના આધારે મૂળ માલિક સુધી પહોંચી શકાય છે પરંતુ રોકડા રૂપિયા રસ્તા પર પડી ગયા હોય અને તો પણ તે મૂળ માલિકને શોધીને પરત આપવામાં આવે તો. વાત સાંભળીને આચાર્યજનક લાગે પરંતુ મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા ભાવેશભાઈ જયંતીભાઈ કુકડીયા જાતે પટેલ (ઉંમર ૪૧) સીરામીકમાં કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરી રહ્યા છે દરમિયાન તે વાંકાનેર તાલુકાના જાલીડા ગામ બાજુ કામ હોવાથી ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાન નામની દુકાને ચા પીવા માટે ઉભા હતા દરમિયાન કોઈપણ રીતે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૬૦૦૦ પડી ગયા હતા જે વાંકાનેરમાં ફરજ બજાવતા લોકરક્ષક દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસને મળ્યા હોય તેણે દુકાનદારને કહ્યું હતું કે “કોઈપણ વ્યક્તિના રૂપિયા પડી ગયા હોય અને તમારી પાસે જાણ કરવા માટે આવે તો મારી પાસે મોકલજો અને દરમિયાન ભાવેશભાઈ તેના રૂપિયા પડી ગયા હોવા અંગેની જાણ દુકાને કરવા માટે ગયા હતા આમ મૂળ માલિકને શોધીને તેના રોકડા રૂપિયા ૬૦૦૦ વાંકાનેરના પીએસઓ મુકેશભાઈ વાસાણીની હાજરીમાં લોકરક્ષકભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા પરત આપવામાં આવેલ છે




Latest News