મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી, કેનાલ રોડ તેમજ માળીયા હાઇવે ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા થતા ત્રણ યુવાનો સારવારમાં


SHARE









મોરબીના વાવડી, કેનાલ રોડ તેમજ માળીયા હાઇવે ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા થતા ત્રણ યુવાનો સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રામપાર્ક વિસ્તારમાં રહેતા રેહાન અલીભાઈ જુણાચ નામના ૧૭ વર્ષના યુવાનને વાવડી ગામ પાસે આવેલા કબીર આશ્રમ નજીક બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઇ ચીમનભાઈ પટેલ નામના ૪૩ વર્ષીય યુવાનને શહેરના કેનાલ રોડ ઉપર આવેલા એસપી રોડ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા દિપક દશરથભાઇ રાણેવાડીયા નામનો ૩૪ વર્ષીય યુવાન માળીયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં આવેલ કાવેરી સીરામીક પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા દિનેશભાઈ નાથાભાઈ સોલંકી નામના ૫૨ વર્ષીય આધેડ મચ્છુ નદીના પટમાં બનેલા બેઠા પુલ ઉપરથી વાહનમાં જતા હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને જાંબુડીયા વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલા અજાણ્યા આશરે પચ્ચીસેક વર્ષના અજાણ્યા યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસે અકસ્માત સંદર્ભે અને ઇજાગ્રસ્ત થયેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા બાબતે આગળની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઈજા

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા કિશોર નાથાભાઈ ગેડિયા (ઉમર ૩૪) અને ગૌતમ નાથાભાઈ ગેડિયા (ઉમર ૩૮) નામના બે ભાઈઓને મોરબીના રોહીદાસપરા શેરી નંબર-૫ પાસે આવેલા આંબેડકરનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જયારે ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતી રિધ્ધીબેન જયંતીભાઈ દલસાણીયા નામની ૨૩ વર્ષીય યુવતી હીરાપર અને સરાયા ગામ વચ્ચેથી જતી હતી ત્યારે સામેથી બસની ઠોકર લાગતા જમણા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.




Latest News