મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં છુટાછેડા માટે પૈસા આપવાનું કહીને યુવાનને માર મારવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં છુટાછેડા માટે પૈસા આપવાનું કહીને યુવાનને માર મારવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડા બાબતે કોર્ટમા કેસ ચાલી રહ્યો છે દરમ્યાન એલ.ઇ. કોલેજની હોસ્ટેલના કેમ્પસમા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવત શખ્સે “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને ગાળો આપીને યુવાનને ઢીકાપાટુનો અને ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીમાં એલ.ઈ.કોલેજની બોયઝ હોસ્ટેલના કેમ્પસમા ન્યુ હીલ હોસ્ટેલની બાજુમા રહેતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા જાતે દરબાર (૪૪)એ મજબુતસિંહ દિલુભા રાઠોડ રહે. મયુર સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, એલ.ઈ.કોલેજ બોયઝ હોસ્ટેલના ગેટ પાસે તે હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેમ કહી આરોપીએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશકેરાઇ ગયો હતો અને લાકડા ધોકાથી યુવાનને બંને પગમા તથા ડાબા ખંભાના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને ઈજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મજબુતસિંહ ઉર્ફે સાજુભા દિલુભા રાઠોડ (૫૨) રહે. સવી પાર્ક સાઈ બાબા મંદિર પાસે મોરબી મૂળ રાજપરા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ વાળાની ધરપકડ કરેલ છે




Latest News