મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતમાં તીથવામાં પાણી માટે રજૂઆત કરવા ગયેલ ધારાસભ્ય સહિતના પાંચ સામે નોંધાયેલ એટ્રોસિટીના ગુનામાં તમામનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની સામે વર્ષ 2012માં એટ્રોસિટીની ફરિયાદ જે તે સમયના વાંકાનેરના ટીડીઓ દ્વારા નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્યના વકીલ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો, દલીલો અને પુરાવો ને ધ્યાનમાં રાખીને કોર્ટે વાંકાનેરના ધારાસભ્ય સહિતના પાંચે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2012માં ઓગસ્ટ મહિનાની 27 મી તારીખે વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાણીનો પ્રશ્ન હોવાથી તે ગામના સરપંચની આગેવાનીમાં ત્યાંના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય સહિતના લોકો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પાણીના પ્રશ્ન રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તારીખ 2/9/2012 ના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયના વાંકાનેર તાલુકા પંચાયતના તે સમયના ટીડીઓ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, તિથવા ગામના સરપંચ મોહમ્મદભાઈ શેખ, તીથવા ગ્રામ પંચાયતના સભ્ય જલાલભાઈ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિત પાંચ વ્યક્તિઓની સામે એટ્રોસિટી અને ઓફિસમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્ય સહિત પાંચેય આરોપીઓના વકીલ અનિલભાઈ દેસાઈ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ધારાસભ્ય સહિતના પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે




Latest News