મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા


SHARE









મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા

સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજ દ્વારા ગાંધીનગર મુકામે સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર સાથે વૈકુંઠ ગીરીબાપુ અને સમાજના આગેવાનો સાથે ત્રણ વખત મંત્રણાઓ કરવામાં આવી તો પણ સાધુ સમાજના હિતમાં હજુ સુધી નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજનું એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં તા. ૨૦ સુધી આંદોલનને સ્થગિત કર્યું છે અને ત્રણ દિવસ ચાર દિવસ બાદ નવી નીતિઓ ઘડી આયોજન બંધ રીતે આગળ વધવાનું આગેવાનોએ નક્કી કર્યું છે આ સંમેલનમાં હિતેશગીરી, હિંમતબાપુ, પૂર્ણ વૈરાગીબાપુ તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજયગીરી, ગોસ્વામી પ્રકાશના તંત્રી બિપિનગીરી, ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલ ભારતી, તેમજ અનેક સંતો મહંતો તેમજ ખાસ મોરબીથી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય મહિપતપૂરી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના હિતમાં જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સૌ સાથે મળી અને આગળ વધશું તેવું નક્કી કરવામાં આવ્યું છે




Latest News